હા રે દાણ માંગે || Hare Dan Mange Lyrics || Bhajan Lyrics

0
492

હા રે દાણ માંગે કાનુડો દાણ માંગે,
હા રે તારી મોરલી ના બોલ વાગે,…કાનુડો દાણ માંગે,

હા રે કાન કિયા મલક નો સુબો,
હા રે મારા મારગ વચમાં ઉભો,…કાનુડો દાણ માંગે,

હાં રે કાન કિયા મલક નો રસિયો,
હાં રે મારા મારગ વચ્ચે વસીયો,…કાનુડો દાણ માંગે,

હાં રે કાન કિયા મલક નો દાણી,
હાં રે મારી નવરંગ ચૂંદડી તાણી,…કાનુડો દાણ માંગે,

હાં રે કાન કિયા મલક નો મહેતો,
હાં રે મારા મારગ વચ્ચે રહેતો,…કાનુડો દાણ માંગે,

હાં રે કાન જળ જમુનાને તીરે,
હાં રે એમાં કોણ જીતે ને કોણ હરે,…કાનુડો દાણ માંગે,

હાં રે કાન નથી સાકર નથી મેવા,
હાં રે ખાટી છાસ માં શું આવ્યો લેવા,…કાનુડો દાણ માંગે,

હાં રે મેટા નરસિંહ ના સ્વામી મુરારી,
હાં રે તમે લુંટો માં દાડી દાડી ,…કાનુડો દાણ માંગે,

-નરસિંહ મહેતા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here