હું તો પરણી પ્રીતમની || Hu To Parni Pritamni Lyrics || Bhajan Lyrics

0
294
હું તો પરણી પ્રીતમની સંગાથ વ્હાલમજી,
બીજાના મીંઢળ નહિ રે બાંધું,…હું તો પરણી,

ચાર ચાર જુગની ચોરીઓ ચીતરાવી રે,
હું તો મંગળ વરતી બે ને ચાર,…હું તો પરણી,

રાજસી  ભોજન જમવા  નથી  રે,
અમે પ્રેમના ટુકડા માંગી ખાશું રે,…હું તો પરણી,

મોતીની  માળા કામ  ન  આવે રે,
અમે તુલસીની માળા પહેરી રહેશું રે,…હું તો પરણી,

હીર તણા ચીર  કામ ન આવે  રે,
અમે ભાગવા પહેરીને ફરશું રે ,…હું તો પરણી,

બાઈમીરા કહેપ્રભુ ગિરધર નાગર વ્હાલા,
હૂ તો પ્રભુને ભજીને થઈ છું ન્યાલ રે,…હું તો પરણી,

-મીરાંબાઈ,LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here