હું તો ગિરિધર ને || Hu To Giridhar Ne Lyrics || Bhajan Lyrics

0
315
હું તો ગિરિધર ને મન ભાવી,
રાણાજી હું તો ગિરિધર ને મન ભાવી,

પૂર્વ જન્મની હું વ્રજ તણી ગોપી,
ચૂક થતા અહીં આવી રે,…રાણાજી હું,

જન્મ લીધો નૃપ જયમલ ઘેરે,
તમ  સંગે  પરણાવી રે ,…રાણાજી હું,

ગિરધર નામ હું ઘડી નવ છોડું,
ઝેરદઈ નાખે મારવી રે,…રાણાજી હું,

મીરા કહે પ્રભુ ગિરધર નાગર,
હરિ સંગે લગની લગાવીરે,…રાણાજી હું,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here