આ કાયા માંથી હંસલો રે , ઓચિંતા નો ઉડી જશે
કોણ જાની શકે કાળને રે , વાણું કાલે કેવું વાશે
તારા મોટા મોટા બંગલા રે , મોટરને ગાડી વાડી
તારી માયા મુડી મેલીને રે , ખાલી હાથે ચાલ્યો જશે
તારો દેહ રૂપાળો રે , નહિ રાખે ઘરમાં ઘડી
તારો પંખીડાનો માળો રે , પળ વારમાં પીંખાઈ જશે
તારી સાચી ખોટી વાણી રે , રહેવાની આ દુનિયા માહી
તારા સગા વ્હાલા સૌએ રે , થોડા દી’માં ભૂલી જશે
તને મળ્યો રૂડો મનખો રે , બાંધી લેને ભવનું ભાથુ
તને બિંદુ કહે હરીનામથી રે , ફેરો તારો સુધરી જશે
Related
error: Content is protected !!