ધુણી રે ધખાવી બેલી | Dhuni Re Dhakhavi Beli Lyrics | Popular Bhajan Lyrics

0
886
ધુણી રે ધખાવી બેલી , અમે તારા નામની
અલખના એ નામની રે , હરિના એ ધામની
ભૂલો રે પડ્યો રે હંસો , અંગણે ઉડીને આવ્યો
તન-મનથી તરછોડાયો , મારગ મારગ અથડાયો
હે ગમના પડે રે એને ઠાકુર તારા નામની રે
ધુણી રે ધખાવી બેલી …
કોને રે કાજે રે જીવડા , ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા , ભવની આ ભાવટ ભાંગી
હે તરસ્યુ રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધુણી રે ધખાવી બેલી …
ધુણી રે ધખાવી બેલી , અમે તારા નામની
અલખના એ નામની રે , હરિના એ ધામની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here