સર્વ ઈતિહાસ નો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે
વિપત્તિ આવે પણ વૃતિ ના ડગાવવી
મેલી દેવું અંતરનું મન રે ..
પ્રખ્યાતી તો પાનબાઈ એવા ની થઈ છે
જેને શીશ ને કર્યા કુર્બાન રે
વિપત્તિ તો એના ઉરમાં નવ આવે
જેને મહારાજ થયા મહેરબાન રે ..
શીશ તો પડે જેના ધડ નવ રહે
જેને સાચો રે માંડ્યો સંગ્રામ રે
પોતાનું શરીર જેને વ્હાલું નવ કીધું
ત્યારે રીઝે આતમ રામ રે ..
ભક્તિ વિના ભગવાન રીઝે નહિ
ભલે કોટી કરે ઉપાય રે
ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ
આપદા ભક્તિ વિના નવ જાય રે ..
Sarv Itihas No Siddhant Lyrics
Gangasati Panbai Bhajan Lyrics
Related
error: Content is protected !!