રમતો જોગી રે કયાંથી આવ્યો,
આવી મારી નગરીમાં અલખ જગાયો રે,
વેરાગણ હું તો બની.
કાચી કેરી રે આંબા ડાળે,
એની રક્ષા કરે કોયલરાણી રે,
વેરાગણ હું તો બની.
કોરી ગાગર રે ઠંડા પાણી,
એવાં પાણીડાં ભરે નંદ કેરી નારી રે,
વેરાગણ હું તો બની.
કાન મેં કુંડળ રે જટાધારી,
એને નમણું કરે નર ને નારી રે
વેરાગણ હું તો બની.
બોલ્યાં બોલ્યાં રે લીરબાઈ,
મારા સાધુડાં અમરાપરમાં માલે રે
વેરાગણ હું તો બની.
Ramto Jogi Re Lyrics
Related
  
 error: Content is protected !!