મળ્યો મનુષ્ય જનમ અવતાર | Malyo Manusya Janam Avtar Lyrics

0
793
મળ્યો મનુષ્ય જનમ અવતાર માંડ કરીને
ભજ્યા નહિ ભગવાન હેત કરી ને ,
અંતે ખાશો યમના માર પેટ ભરીને
તથી રામ નામ સંભાળ …
ગઈ પળ પાછી ફેર ન આવે
મૂરખ મૂઢ ગમાર ,
ભવસાગરની ભુલવણી માં
વીતી ગયા યુગ ચાર ફેર ફરીને ,
તથી રામ નામ સંભાળ …
જઠરાગ્નીમાં જુગતે રાખ્યા
નવ માસ નિરધાર ,
સ્તુતિ કીધી અલબેલા ની
બહાર ધર્યો અવતાર માયામાં મોહીને ,
તથી રામ નામ સંભાળ …
કલયુગ કુડો રંગે રૂડો
કહેતા ના આવે પાર ,
જપ તપ તીરથ કુછ નવ કીધા
એક નામ આધાર કૃષ્ણ કહીને ,
તથી રામ નામ સંભાળ …
ગુરુ નામ પાયો મનમેં સાચો
યુક્તિ કરી જાદુરાઈ ,
ગંગદાસ કો જ્ઞાન બતાયો
રામદાસ મહારાજ દયા કરીને ,
તથી રામ નામ સંભાળ …
Malyo Manusya Janam Avtar Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here