આજ મારે ઘેર | Aaj Mare Gher Avone

0
939
આજ મારે ઘેર | Aaj Mare Gher Avone
આજ મારે ઘેર આવોને મહારાજ,
આજ મારી મિજબાની છે રાજ,
મારે ઘેર આવોને મહારાજ, 
ઉંચા રે બાજોઠ  ઢળાવું,
અપને હાથસે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું ,
રુચિ રુચિ પાવન  મહારા
આજ મારે ઘેર
આવો , 
બહુ મેવા પકવાન મીઠાઈ,
શાક છત્તીસે જુગતે બનાઈ,
ઉભી ઉભી સમર ઢોળું રાજ,
લાગો સોહામણા મહારાજ,
આજ મારે ઘેર આવો , 
ડોડા એલચી લવીંગ સોપારી,
કાથા ચુના પાન બીડાવી,
અપને હાથસે બીડા બનાઉં,
મુખસે ચાવના મારાજ,
આજ મારે ઘેર આવો , 
મોર મુકુટ પીતાંબર સોહે,
સુરનર મુનિજન કે મન મોહે,
મીરા કે પ્રભુ ગિરિધર લાલ,
દિલ બીચ ભરના મહારાજ,
આજ મારે ઘેર આવો ,

Aaj Mare Gher Aavone Lyrics

Mirabai Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here