એવો તો રામરસ પીજીયે ,
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે,
ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લાહવો લીજીયે,
મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દુર કરી દીજિયે,
દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીયે,
રામનામ રીજિયે આનંદ લીજીયે,
દુર્જનિયાંથી ન બ્હીજીએ,
મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ,
હેતે હરિરંગ ભીંજીયે,
Evo Ramras Pijiye Lyrics
Mirabai Bhajan Lyrics