ચિતડા ચોરાણાં || Chitda Chorana Lyrics || Mirabai Bhajan Lyrics

0
314

ચિતડાં ચોરાણાં તેને શુરે કરું,

શું કરું રાજ તારા શું કરૂ પાટ તારા,

 

ચિતડાં ચોરાણાં તેને શુરે કરું, રાણા શુરે કરું,

ભૂલી ભૂલી હું તો ઘર કેરા કામ,…રાણા, ચિતડાં ચોરાણાં,

 

અનડા ન ભાવે નેણે નિદ્રા ન આવે,

ગિરધર વિના ઘડી ન આરામ,…રાણા, ચિતડાં ચોરાણાં,

 

ચિત્તોડગઢ માં રાણી ચોરે ચોંટે વાતો થાય,

માનો મીરા આતો જીવ્યું ના જાય,…રાણા, ચિતડાં ચોરાણાં,

 

ઉભી બજારે રાણા ગજ ચાલ્યો જાય છે,

શ્વાન ભસે તેને લજ્જા નવ થાય,…રાણા, ચિતડાં ચોરાણાં,

 

નિંદા કરે રાણા તારા નગરના લોક આ,

ભજન ભૂલું તો મારો ફેરો ફોક થાય,…રાણા, ચિતડાં ચોરાણાં,

 

મનમાં ભજો મીરા નારાયણ નામને,

પ્રગટ ભજો તો મારા છોડી જજો ગામ,,…રાણા, ચિતડાં ચોરાણાં,

 

નગરીના લોક રાણા મીરાંને મનાવે સૌ,

માનો માંનો ને કઈ છોડો એવી ચાલ,,…રાણા, ચિતડાં ચોરાણાં,

 

બાઈ મીરાકહે પ્રભુ  ગિરધર ના ગુણ વાલા,

હરીને ભજીને હું તો થઇ હવે ન્યાલ,,…રાણા, ચિતડાં ચોરાણાં, 

-મીરાંબાઈ,

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here