અસલી જે સંત હોઈ તેને | Asli Je Sant Hoi Tene Lyrics | Gangasati Bhajan Lyrics

0
182
અસલી જે સંત હોઈ તેને ચડે નહિ કોઈ દી ,
કપટ નહિ મનમાંહ્ય જી ,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે ,
પ્રજ્ઞા પુરુષ કહેવાય જી ,
દેહે રે મુકે પણ વચન તૂટે નહિ ને ,
ગુરુજીના વચને વેચાય જી ,
બ્રહ્માદિક આવી જેના પારખા લેવે તોયે ,
આ મરજીવા જીવી જાય જી ,
અમરીયા બની જે નીતનીત ખેલે રે ,
મરવું તો આળ પંપાળ જી ,
ત્રીવીધીના તાપમાં જગત બળે છે પણ ,
એને લાગે નહિ જરી પણ જોને ઝાળ રે ,
જીવન મરણ ની જેણે ફેરીયું ટાળ્યું ને ,
લાભ ને હાની મટી જાય જી ,
આશાને તૃષ્ણા જેણે એકે નહિ ઉરમાં ,
ભક્ત પરમ એ કહેવાય રે ,
મનથી રે રાજી એમજ રહેજો ,
તો રીઝે સદા નકળંગ રાયજી ,
ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ ,
અસલી સંત એ ગણાય જી ,
Asli Je Sant Hoi Tene Lyrics
Gangasati 52 Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here