ગળ ધરેથી માજી નિસરીયા,
આવ્યા છે માટેલ ગામડે રે હા,
આવ્યા છે માટેલ ગામડે રે હા,
ગામ માટેલ ને ધરોમાં ઠેલીયો,
ગામ માટેલ ને ધરોમાં ઠેલીયો,
ત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા,
ત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા,
બાર બાર વરસ ગાય રેઢી ચરી છે,
ગોવાળને નોતી જાણ રે હા,
ગોવાળને નોતી જાણ રે હા,
એક દિન ગોવાળ જીદે ચઢ્યો છે,
એક દિન ગોવાળ જીદે ચઢ્યો છે,
ગાયની પાછળ જાય રે હા,
ગાયની પાછળ જાય રે હા,
ગાય માતાજી હાલ્યા ધરામાં,
ગોવાળે પૂછડું ઝાલીયું રે હા,
ગોવાળે પૂછડું ઝાલીયું રે હા,
માજી બેઠા કાંઈ સોના હિંડોળે,
માજી બેઠા કાંઈ સોના હિંડોળે,
પૂછ્યું અલ્યા કેમ અહીં આવ્યો રે હા,
પૂછ્યું અલ્યા કેમ અહીં આવ્યો રે હા,
બાર બાર વરસ ગાય રેઢી ચરી છે,
વરત આપોને મોરી માવડી રે હા,
વરત આપોને મોરી માવડી રે હા,
જારના પાનડા માજી એ આપ્યા,
જારના પાનડા માજી એ આપ્યા,
ગોવાળે ધાબળે બાંધ્યા રે હા,
ગોવાળે ધાબળે બાંધ્યા રે હા,
ત્યાંથી ગોવાળ કઈ ધરા પર આવ્યો,
પાન ધરાની પાસ નાખીયા રે હા,
પાન ધરાની પાસ નાખીયા રે હા,
ત્યાંથી ગોવાળ ઘરે આવ્યો છે,
ત્યાંથી ગોવાળ ઘરે આવ્યો છે,
મૂર્ખે માજીને નવ ઓળખ્યા રે હા,
મુરખ માજીને નવ ઓળખ્યા રે હા,
ઘેર આવીને ધાબળો ખંખેર્યો,
પાન સોનાનું એક દીઠું રે હા,
પાન સોનાનું એક દીઠું રે હા,
ઘેરથી ગોવાળ ધરે આવ્યો છે,
ઘેરથી ગોવાળ ધરે આવ્યો છે,
પાનડા ત્યાં નવ દીઠ્યા રે હા,
પાનડા ત્યાં નવ દીઠ્યા રે હા,
Galdhare Thi Maji Nisarya Lyrics
Navratri Garba Lyrics
Related
error: Content is protected !!