પંખીડા તુ ઉડી જાજે પાવાગઢ રે | Pankhida Tu Udi Jaje Pavagadh Re Lyrics

0
281
પંખીડા … ઓ પંખીડા … પંખીડા … ઓ પંખીડા ,
પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે,
પંખીડા … ઓ પંખીડા … પંખીડા … ઓ પંખીડા ,
ઓલ્યા ગામના સુથારી વીરા વેલા આવો રે ,
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે ,
બાજઠ લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે ,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે ,
પંખીડા … ઓ પંખીડા … પંખીડા …ઓ પંખીડા ,
ઓલ્યા ગામના મણિયારા વીરા વેલા આવો રે,
મારી મહાકાળીને માટે રૂડા ચૂડલો લાવો રે ,
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે ,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે ,
પંખીડા … ઓ પંખીડા … પંખીડા … ઓ પંખીડા ,
ઓલ્યા ગામના સોનીડા વીરા વ્હેલા આવો રે ,
મારી મહાકાળીને કાજે રૂડા ઝાંઝર લાવો રે ,
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે ,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે ,
પંખીડા … ઓ પંખીડા …પંખીડા … ઓ પંખીડા ,
ઓલ્યા ગામના કુંભારી વીરા વેલા આવો રે ,
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે ,
સારાલાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે ,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે,
પંખીડા …. ઓ પંખીડા …પંખીડા …ઓ પંખીડા ,
ઓલ્યા ગામના વાણીડા વીરા વ્હેલા આવો રે ,
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે ,
સારી લાવો, સુંદર લાવો, વહેલા આવો રે ,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે,
Pankhida Tu Udi Jaje Lyrics
Navratri Garba Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here