સરસ્વતી શારદા અને સમરીએ અને ગુણપત લાગુ પાય
ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી…મારી જીબલડી જશ ગાવે રે,
મારા બાળા તે પણ ના બેલી રે, સિદ જવસો માયા ને હાર મેલી રે
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો રે, મારે એક સંદેશો કેવો રે ,
અકરૂર આવ્યા હરિને તેડવા, અને નંદને છૂટિયાં જવા
સર્વ ગોપીયો ટોળે વળી…રથ બેસી રવિ ઘેર હાલ્યા રે
કારતક મહીને કાળ ને વધાવ્યા, ને ના રહી શકી વરદ ની નાત
એટલા મા તાણા માણા થયા…ગયા હંસા ની હુ તો રહી હારી રે,
માક્ષર મહિનો મેલી ગયો, જય જો ને બેઠા જગદીશ
કોઈ સંદેશો લાવો મારા શ્યામનો…એના શરણે નમાવું શીશ રે
પોષ મહિનાની પ્રીતડી, અને થર થર કંપે શરીર
વાલા વિનાના થાલા મંદિર…હે થાલા તે મંદિર ગાવે રે,
મા મહિનાની ટાઢડી, ને થર થર કંપે શરીર
હારે થાળ હતા તે જમી ગયા…વાલે થાલાતે થાળને મેલ્યો ઠેલી રે
ફાગણ ફાલ્યો ફૂલડે,ને રમતા રાઘવ રાય
વાલો ફરતા ફેર ફૂદડી…વાલા ની ફરકે છે જમણી બોય રે,
ચૈત્ર મહિનો ચકુમીયો, પીપળે આવ્યા જોને પાન
એવો લગ્ન ગાળો આવ્યો…મારુ હરિ ભજવાનું મન,
મારા બાળા તે પણ ના બેલી રે ,સિદ જવશો માયા ને હર મેલી ને,
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને , મારે એક સંદેશો કેવો રે