હે જગ જનની , હે જગદંબા ,
માત ભવાની શરણે લેજે
હે જગ જનની , હે જગદંબા…
અધ્યાશક્તિ માં અડી અનાદી ,
અરજી અંબા ઉર માં ધરજે ,
હે જગ જનની , હે જગદંબા…
હોય ભલે દુઃખ મેરુ સરીખું ,
રંજ એનો ન થવા દેજે ,
રજ સરીખું દુઃખ જોઈ બીજાનું ,
મને રોવા ને બે આંસુ દેજે ,
હે જગ જનની , હે જગદંબા…
આત્મા કોઈ નો આનંદ પામે ,
તો સંતાપી લેજે મુજ આતમને ,
આનંદ એનો અખંડ રહેજો ,
કંટક દે મને પુષ્પો તેને ,
હે જગ જનની , હે જગદંબા…
ધૂપ બનું સુગંધ તું લેજે ,
રાખ થઇ ઉડી જવા દેજે ,
બળું ભલે પણ બાળું નહિ કોઈને ,
જીવન મારું સુગંધિત કરજે ,
હે જગ જનની , હે જગદંબા…
કોઈના તીર નું નિશાન બનીને ,
દેહ મારો વીંધવા દેજે ,
ઘા સહી લાવ પણ ઘા કરું નહિ કોઈને ,
ઘાયલ થઇ પાડી રેહવા દેજે ,
હે જગ જનની , હે જગદંબા…
શક્તિ દે માં ભક્તિ દેજે ,
દુનિયાના દુઃખ સેહવા દેજે ,
શાંતિ દુર્લભ માં તારા ચરણે ,
માં તું મને ખોળે લેજે ,
હે જગ જનની , હે જગદંબા…
Related
error: Content is protected !!