હે જાગને જાદવા | He Jag Ne Jadva Lyrics

2
847
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યાં
વડો રે ગોવાળિયો કોણ થાશે ?….જાગને ,
દહીંતણા દહીંથરા,ઘીં તણા ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ મારો હાથિયો, કાળી નાગ નાથીયો
ભૂમિનો ભાર તે કોણ લેશે  ?….જાગને ,
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીઝીએ
બૂડતાં બાયડી કોણ સાહશે ?….જાગને ,

He Jag Ne Jadva Lyrics

Prabhatiya Bhajan Lyrics

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here