હે જી વાલા અખંડ રોજી | He Ji Vala Akhand Roji Lyrics

0
813
હે જી વાલા અખંડ રોજી હરીના હાથમાં
વાલો મારો જુવે છે વિચારી ,
દેવા રે વાળો નથી દુબળો
ભગવાન નથી રે ભિખારી ,
હે જી વાલા અખંડ રોજી …
જળ ને સ્થળ તો અગમ છે
અને આ કાયા છે વિનાશી ,
સર્વ ને વાલો મારો આપશે
હે જી મનડા તમે રાખો ને વિશ્વાસી ,
હે જી વાલા અખંડ રોજી …
નવ નવ મહીના ઉદર વસ્યા
તે દી વાલે જળથી જીવાળ્યા ,
ઉદર વસ્યાને હરી આપતો
આપતો સૂતાને અગાડી ,
હે જી વાલા અખંડ રોજી …
ગરુડે ચડી ગોવિંદ આવજો
આવજો અંતરયામી
ભક્તો ના સંકટ તમે કાપજો
મહેતા નરસૈયા ના સ્વામી ,
હે જી વાલા અખંડ રોજી …
He Ji Vala Akhand Roji Lyrics
Prabhatiya Bhajan Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here