જૂનું તો થયું રે દેવળ | Junu To Thayu Re Deval Lyrics

0
651
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જુનુ તો થયું,
 
આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા,
પડી ગયા દાંત માયલું રેખું તો રહ્યું,
મારો હંસલો નાનો ને,
 
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું,
મારો હંસલો નાનો ને,
 
બાઈ મિરા કહે પ્રભુ ગિરધરના ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પિલાઉ,
મારો હંસલો નાનો ને,
Junu To Thayu Deval Lyrics
Mirabai Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here