કાના મને દ્વારકા દેખાડ | Kana Mane Dwarika Dekhad Lyrics

0
441
હાલ કાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે
હે વાલા રહી ના શકું તમ વિના ,
હાલ કાના મને ગોમતીમાં નવરાઈ કોડીલા કાન રે
હે વાલા રહી ના શકું તમ વિના…કાના મને દ્વારકા દેખાડ ,
સામેકાંઠે વ્હાલો વેણુવગાડે જી હો જી, ધેનુ તણો નહીં પાર રે
મોરલીયે મન હેરીલીધા તારી, બંસરી કામણગાર રે ,
હે વાલા રહી ના શકું તમ વિના ,
ઊંચા દેવળ દ્વારકાના જી હો જી, આથમણે દરબારનો
નીચે ગળેળે ગોમતી ત્યાંતો, થાય છે નાટા નામનો
હે વાલા રહી ના શકું તમ વિના ,
કાનો કાનો સૌ કહે છે જી હો જી, કાનો મારો પ્રાણ રે
ભાણ પ્રતાપે ગાય રતનદાસ, શામળો ભીનેવાન રે ,
હે વાલા રહી ના શકું તમ વિના ,
Hal Kanha Mane Dwarika Dekhad Lyrics
Kana Mane Dwarika Dekhad Lyrics 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here