કરમની વાત નહિ જાણી | Karamni Vat Nahi Jani Lyrics

0
404

કરમની વાત નહિ જાણી એવી વાણી વૃથા શું વખાણી ,

બણાસુરના હજાર હાથે વાગે વાજિંત્રોમાં વાણી
તોય અકર્મીની ઊંઘ ઉડે નહિ કોને કહેવી આ કહાણી ,

કર્મ કરે એવું કોઈ કરે નહિ કર્મની ગતિ ન કળાણી
લાભ ચોઘડિયે લગ્ન કીધા તે જોબનમાં કેમ રંડાણી,

કર્મ થકી સહુને સુખ દુઃખ આવે થાય છે લાભ કે હાની
કર્મની ઘડીને ઉખેડતાં બુદ્ધિએ વેર્યું માહે વેરાણી ,

કર્મની વાદળીયુમાં વરસે છે પાપ પૂન્યના પાણી
ચાખે તેતો જાય ચોરાસીમાં નિર્લેપ જાય નીરવાણી ,

લેખને માથે કોઈ મેખ મારે સુરતા જેની બદલાણી
“પુરસોતમ” કહે ગુરુ પ્રતાપે સમરિયે સારંગ પાણી ,

Karamni Vaat Nahi Jani Lyrics 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here