કર્મનો સંગાથી રાણા મારુ | Karmno Sangathi Lyrics

0
1607
કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી
હેજી રે કર્મનો સંગાથી,  રાણા મારુ કોઈ નથી,
હેજી રે કર્મનો સંગાથી, હરિ  વિના કોઈ નથી,
હો હો રે એક રે ગાયના દો દો વાછરું,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બન્યો શિવજી નો પોઠીયો,
બીજો ઘાંચીડા ને ઘેર,…હેજી રે કર્મનો સંગાથી,
હો હો રે એકરે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એકને માથેરે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય,…હેજી રે કર્મનો સંગાથી,
હો હો  રે એકરે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એકરે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મુકાય,…હેજી રે કર્મનો સંગાથી,
હો હો  રે એકરે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજી ને ઘાટ,…હેજી રે કર્મનો સંગાથી,
હો હો  રે એકરે વેલાના દો દો તુબડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એકરે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળીયા ને ઘેર,…હેજી રે કર્મનો સંગાથી,
હો હો  રે એકરે વાંસની દો દો લાકડી,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવર ના હાથમાં,
બીજી વાગે વાદીડાને ઘેર,…હેજી રે કર્મનો સંગાથી,
હો હો  રે એક રે માતાને દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાંચી ધૂણી તપે,
બીજો લખ ચોરાશી માંહ્ય,…હેજી રે કર્મનો સંગાથી,
હેજી રે રોહિદાસ ચરણે મીરાંબાઈ બોલિયાં,
દેજો અમને સંત ચરણે વાસ,…હેજી રે કર્મનો સંગાથી,

Karam No Sangathi Lyrics

Mirabai Bhajan

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here