માડી ને દ્વારે વાંજીયા રે આવતા
વાંજીયા ને પારણાં બંધાવે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
માડી ને પારે અંધાળા રે આવતા
અંધાળા રે આંખો આપે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
માડી ને દ્વારે દુખીયા રે આવતા
દુખીયા ના દુઃખડા મટાડે રે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
એ….ખોડલ ખમકારી માં અવતારી
દુઃખ હરનારી દાતારી..દાતારી
માં ત્રિશુલ ધારી મગર સવાળી
દેવી દયાળી ડુંગરાળી
પ્રગટ પરચાળી માં મમતાળી
લોબડીયાળી નેજાળી
માં મંગલ કારી માટેલ વાળી
કરતી સહુ ની રખવાળી રે
માં કરતી સહુ ની રખવાળી રે
માં કરતી સહુ ની રખવાળી