ખુશી દેજે જમાનાને | Khushi Deje Jamana Ne Lyrics

0
243
ખુશી દેજે જમાનાને,મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે ,
સદાયે દુઃખમાં મલકે, મને એવા સ્વજન દેજે
ખિઝાંમાં પણ ન કરમાયે, મને એવા સુમન દેજે ,
જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે ,
હું મુક્તિનો ચાહક છુ , મને બંધન નથી ગમતા ,
કમળ બિડાય તે પહેલા , ભ્રમર ને ઉડાન દેજે ,
સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે ,
ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે ,
Khushi Deje Jamanane Lyrics
Hu Mukti No chahak Chu Gazal Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here