કોણ જાણી શકે કાળને રે | Kon Jani Shake Kalne Lyrics | Bhajanbook

0
487
કોણ જાણી શકે કાળને રે , સવારે કાલ કેવું થાશે
આ કાયા માંથી હંસલો રે , ઓચિંતાનો ઉડી જાશે ,
તારા મોટા મોટા બંગલા રે , મોટર ને ગાડી વાડી
બધી માયા મૂડી મેલીને , ખાલી હાથે જાવું પડશે ,
તારો દેહ રૂપાળો રે , નહિ રાખે ઘરમાં ઘડી
તારા સગાને સબંધી રે , થોડા દી માં જાશે ભૂલી ,
તારી સાચી ખોટી વાણી રે , વાણી આ જગમાં અહી
તારો પંખીડાનો માળો રે , પલક માં વિખરાઈ જાશે ,
તને મળ્યો રૂડો મનખો રે , બાંધી લેને ભવનું ભાથું
એ થાને રામ ભક્ત સાચો રે , ફેરો તારો સફળ થાશે ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here