માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે | Maa Pava Te Gadh Thi Utariya Mahakali Re | Garba

0
402
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે ,
વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે ,
માં ચાંપા તે નેર ના ચાર ચૌટા મહાકાલી રે ,
ત્યાં માળી રે માંડ્યા હાટ , પાવાગઢ વાળી રે ,
ત્યાં માળીલો લાવે ફૂલડાં મહાકાલી રે ,
મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે ,
ત્યાં સોનીડો લાવે ઝૂમકા મહાકાળી રે ,
મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે ,
ત્યાં કુંભારી લાવે ગરબો મહાકાળી રે ,
મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે ,
ત્યાં સુથારી લાવે બાજોઠ મહાકાળી રે ,
મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે ,
ત્યાં દોશીડો લાવે ચુંદડી મહાકાળી રે ,
મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે ,
Maa Pava Te Gadhthi Utarya Lyrics
Ambe Mahakali Navratri Garba Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here