માવા તારી મૂર્તિમાં | Mava Tari Murti Ma Lyrics | Dhun Kirtan Lyrics

0
469
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે ,
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે ,
તમ વિના નાથ ત્રિલોકમાહી ,
વાલુ બીજી નથી રે કોઈ કોઈ રે ,
માવા તારી મૂર્તિમાં …
કમર કટારો લાગત પ્યારો ,
જીવું છું હું છોગલીયું જોઈ જોઈ રે ,
માવા તારી મૂર્તિમાં …
મન મોહન તારી નવલ છબીમાં ,
રહી છું ચિતડુ પ્રોઈ પ્રોઈ રે ,
માવા તારી મૂર્તિમાં …
બ્રહ્માનંદ કહે તમ સારું ,
કુલ મરજાદા ખોઈ ખોઈ રે ,
માવા તારી મૂર્તિમાં …
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે ,
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે ,

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here