મોર તારી સોનાની ચાંચ | Mor Tari Sonani Chanch Lyrics | Lagna Geet Lyrics

0
676
મોર તારી સોનાની ચાંચ , મોર તારી રૂપા ની પાંખ
સોનાની ચાંચે મોરલો મોતી ચરવા જાય …
રૂપા કેરી પાંખડીએ મોરલો મોતી વીણવા જાય …
મોર જાજે ઉગમણે દેશ … મોર જાજે આથમણે દેશ
વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ …
વેવાઈ મારા સુતા છો કે જાગો , વેવાય મારા સુતા છો જાગો
મારા હોસીલા વરરાજે સીમડી ઘેરી માણારાજ …
સીમડીયે કાંઈ ચમર ઢોળાવ …
ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ …
વેવાઈ મારા સુતા હોઈ તો જાગો , વેવાય મારા સુતા હોઈ તો જાગો
મારા હોંશિલા વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ …
ઝાંપે કાંઈ છાંટણા છંટાવ …
ઠંડકુનો હોંશી વીરો મારો આવે માણારાજ …
વેવાઈ મારા સુતા હોઈ તો જાગો , વેવાય મારા સુતા હોઈ તો જાગો
મારા હોંશીલા વરરાજે શેરિયું ઘેરી માણારાજ …
શેરીએ કાંઈ ફૂલ પથરાઓ …
સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ …
વેવાઈ મારા સુતા હોઈ તો જાગો , વેવાય મારા સુતા હોઈ તો જાગો
મારા હોંશીલા વરરાજે માંડવો ઘેર્યો માણારાજ …
માંડવડે કાંઈ લાડકી પધારાઓ …
લાડકી નો હોશી વીરો મારો આવે માણારાજ …

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here