પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Lyrics

0
161
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા,
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા,
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ પધાર્યા,
ગોવાળિયાનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યાં,
હરખ્યાં માળીડાનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યાં,
હરખ્યાં પાણિયારીઓનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યાં,
હરખ્યાં પાડોશીઓનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યાં,
હરખ્યાં સાજનિયાંનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યાં,
હરખ્યાં માતાજીનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યાં,
હરખ્યાં વરકન્યાનાં મન રે મારા ગણેશ દુંદાળા,

Paratham Ganesh Besado Lyrics

Ganesh Sthapna Lagngeet Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here