પ્રથમ પેલા પૂજા તમારી , મંગલ મુરતી વાળા | Pratham Pela Pooja Tamari Lyrics | Ganesh Vandana Lyrics

0
726
પ્રથમ પેલા પૂજા તમારી , મંગલ મુરતી વાળા
કોટી વંદન તમને સુંઢાળા , નમીએ નાથ રૂપાળા ગજાનન ,
પ્રથમ સમરીએ નામ તમારું , તો ભાગે વિઘન અમારા
શુભ શુકનીયે તમને સમરીએ , દિન દયાળુ દયાવાળા ,
સંકટ હરણ ને અધમ ઓધારણ , ભય ભંજન રખવાળા
સર્વ સફળતા તમથી ગણેશા , સર્વ સ્થળે સરવાળા ,
અકળ ગતિ છે નાથ તમારી , જય જય નાથ સુંઢાળા
દુખડા હરોને સુમતી આપો , ગુણના એક દંતવાળા ,
જગત ચરાચર ગુણપતિ દાતા , હાની હરો ને હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને , ઉરમાં કરો અંજવાળા ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here