પ્રીતમ વરની ચૂંદડી રે | Pritam Var Ni Chundadi Lyrics

0
101
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે 
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
ધરમ ને ઘોળી લઇ ને , હરી નામ જોતરીયા રે 
ધીરજની ધરતી ખેડીયુ , રાણા તારે રાકલીયા રે …   
પ્રીતમ વરની ચૂંદડી રે..
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે 
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે 
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે 
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
નિર્મળ નિર્મળ કાંતિયું ,સુરતા ટાણે તાણીયું  રે 
તુરીયા ચિતનું પણ દીધું , સુરતાની નળીયું ભરીયું…
પ્રીતમ વરની ચૂંદડી રે..
સોય લીધી સતગુરુ નામની‚ દશનામ દોરા એમાં ભરિયા રે 
સમદ્રષ્ટિથી સીવી  ચૂંદડી‚ નિત રંગ સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે 
માયાનો માણેકસ્થંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સુરતા સમરતી બે જાનડિયું રે 
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે સાહેલીયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
ગુરુદેવે દીધી કન્યાદાનમાં , ભક્તિ મુક્તિ બે ગાડીયા
પરણાવ્યા પરીબ્રહ્મને , નારદે વીણા લઈને વળીયા રે…  
પ્રીતમ વરની ચૂંદડી રે..
હરદમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે 
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની ચૂંદડી રે..
Pritam Varni Chundadi Lyrics
Prachin Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here