આ પૃથ્વી પાખંડે ખાધી | Pruthvi Pakhande Khadhi Lyrics | Bhajanbook

0
992
આ પૃથ્વી પાખંડે ખાધી , સત્યની શોધ નથી લીધી |
મહા અભિમાન માટે નહિ મનથી , માને કે બહુ હું મોટો
પ્રપંચે પરધન હરવાનો , ખેલ કરે સાવ ખોટો |
વેદ બ્રહ્મની વાત ન જાણે , ગુરુ બનીને ગાજે
ઓથે રહીને અર્થ કરતા , લંપટ જરીયે ન લાજે |
પ્રભુ ના નામ પોતે ધરીને કહે છે , હું છું ઈશ્વર આપે
એક રોમ નીપજે ના એનાથી , દુઃખ કોને એ આપે |
ધર્મ બ્રહ્મની વાત ન જાણે , કહે છે હું જ્ઞાની
કહે છોટમ એવા ધર્મ ગુરુથી , થઇ છે ધર્મની હાની |
આ પૃથ્વી પાખંડે ખાધી , સત્યની શોધ નથી લીધી |

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here