રામ પિતાની આંખે આંસુડા | Ram Pitani Ankhe Ansuda Lyrics

0
600
રામ પિતાની આંખે આંસુડા છલકાણા ,
આંસુડા છલકાણા એના કાળજડા ધવાણા ,
જે દિન ચાલ્યા ઘોડે ચડીને ધનુષ્ય કાંધે ધરી ,
સરોવર કાંઠે અવાજ સાંભળી તુરંત કીધી તૈયારી ,
બાણ માર્યું જ્યાં મૃગલો જાણી , ત્યાં ચીસ પડી એક કારી ,
જઈ ને જુવે ત્યા તો તીરે વીંધાયેલ શ્રવણ કરે ચીસકારી ,
પાણીને બદલે લોહીથી એના અંતિમ દેહ ભિંજાણા ,
શ્રવણ કુમારને દશરથ રાજાએ દીધા દિલાશા ભારી ,
માવતર તારા રાખીશ અયોધ્યા પ્રાણ સમા હું જાણી ,
વચન સાંભળી શ્રવણ સુતો ભવની નિંદ્રા તાણી ,
અંધ માવતરને દસરથ રાજાએ કીધી આ કરુણ કહાણી ,
વિલાપ વર્તાયો કારમો એવો , એની ચીસે ફાટે પાણા ,
અંધ માવતરનો હાથ પકડીને લાવ્યા શ્રવણ ની પાસે ,
લોથ પડી ત્યાં રુદન કરે છે , તે તોડી આશા અમારી ,
પુત્રના વિયોગે અમે તલખીયે , તારી પણ એજ થશે રાસ ,
એટલું કહેતા પ્રાણ જ છોડિયા નાખીને વિશ્વાસ ,
માતપિતાને શ્રવણ કુમારના અંતિમ દેહ ખડ્કાણા ,
પ્રસન્નતામાં કૈકઈ રાણીને દીધા વચન બહુ ભારી ,
રાજ્તીલકની હતી તૈયારી , ત્યા તો વચન બોલે અહંકારી ,
ભરત મારો ગાદી ભોગવે , એવી માંગ છે અમારી ,
રામને વનવાસ ચૌદ વરસનો માંગે એ નારી ,
રામ લખમણને સતી સીતાના તે દિને સુખ લૂટણા ,
અંતિમ સમયે દસરથ રાજાને નયને નીર છલકણા ,
જયારે સાંભળીયા સરોવર કાંઠે શ્રવણને મારેલ તીર ,
પુત્ર વિયોગે હું તલ્ખુ અને વનમાં છે રઘુવીર ,
કાન કહે રામને રટતા , રાજાના પ્રાણે કર્યા પરિયાણ ,
Ram Pita Ni Ankhe Ansuda Lyrics
Prachin Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here