રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
પાય વાગે છે ઘુઘરીના ખમકા રે ,
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
ગરબો જોવાને ગણપતિ આવ્યા રે ,
સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવીયા રે ,
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
વૈકુઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે ,
સાથે દેવી લક્ષ્મીજીને જોવા લાવીયા રે ,
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
કૈલાશમાંથી મહાદેવ જોવા આવિયા રે ,
સાથે દેવી પાર્વતીને જોવા લાવીયા રે ,
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
હે બ્રમ્હલોકમાંથી બ્રહ્મા જોવા આવિયા રે ,
હે સાથે દેવી બ્રમ્હાણી ને લાવીયા રે ,
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
પાય વાગે છે ઘુઘરીના ખમકા રે ,
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ,
Rude Garbe Rame Che Devi Lyrics
Ambe Maa Navratri Garba
Related
error: Content is protected !!