સહદેવ જોશી ની આગમવાણી | Sahdev Joshi Ni Agamvani | Bhavishyavani

0
1267
કહે સહદેવ અમે નહિ રહીયે પાંડવો
એસા કલિયુગ આયેગા ,
જે ઠેકાણે મારા હંસલા બેઠતા
બગલા આસન વાળેગા ,
સતીનારી ની લજ્જા લોપાસે
ગુણીકા ઘૂંઘટ તાંણેગી ,
સોનાની થાળી માં બ્રાહ્મણ જમતા
એ તો દીધા દાન નો લેતા ,
આજ ના બ્રાહ્મણ ઘેર ઘેર ભટકે
ભિક્ષા માંગી લાયેગા ,
બ્રાહ્મણ વાણીયા ચોરીયુ કરશે
બાવા દુકાનું માંડેગા ,
સાગા રે ભાઈ નું સારું દેખી ને
આંખે અંગારા આયેગા ,
સાળો આવે તો સારું લગાડે
ભાઈ આવે તો ઘર વેરીલા ,
બેન,ભાણેજ તો કછુ ના પાવે
સાળી સાડલો લય જાવેગી ,
બ્રાહ્મણ ઘેર તો અજિયા દુજે
ધોબી ઘેર ગાવલડી ,
નીચ ને ઘેર તો તુલસી નો ક્યારો
ઉચ્ચ વરણ વહા જાયેગા ,
પુત્ર પિતા નું કહ્યું ના માને
પુત્ર પરણાવી ઘર આયેગા ,
પરણિયા પછી પાંચમે દાહડે
પિયા ને વચને ચાલેગા ,
દીકરી ના પૈસે બાપ પરણશે
એસા કલિયુગ આયેગા ,
વડ પીપળ ને બેવડા રૂખડા
મૂળ સે મૂળ ખા જાયેગા  ,
પાંચ પાંડવો હસ્તિનાપુર થી
હિમાળે હાડ ગાળેગા ,
સહદેવ જોશી એ આગમ ભાખિયા
જીયેગા વો નર દેખેગા ,
Aisa Kalyug Aayega Agamvani 
Agamvani , Bhavishya Vani Bhajan Lyrics

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here