શુરવીર ને તું જોઈને પ્રાણી | Shurvir Ne Tu Joine Prani Lyrics | Bhajanbook

0
863
શુરવીર ને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશ માં ,
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશ માં ,
સીધે મારગડે જો કોઈ ચાલે
એને મારગ અવળો બતાવીશ માં ,
પરાયાનું સારું જોઇને
દિલડું તારું દુભાવીશ માં ,
સુગંધની તને ખબર ના હોઈતો
ફૂલડાને તું તોડીશ માં ,
પાણી ના પાતો ચાલશે પણ
ઉગતા છોડ ઉખેડીશ માં ,
દાન ન દે તો દયા રાખજે
બોલીને કોઈનું બગાડીશ માં ,
સમજ્યા વિનાની વાતો કરીને
મુરખમાં નામ નોંધાવીશ માં ,
હરિના ભજનમાં જઈને પ્રાણી
ઘરની વાતો ઉખેરીશ માં ,
શબ્દ સમજ્યા વિના તાલના ટેકે
માથું તારું ધુણાવીશ માં ,
પ્રભીની કૃપાથી નામ મળ્યું એને
ઊંઘ માં ઊંધું વાળીશમાં ,
કહે ” પુરસોત્તમ ” ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં ,

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here