જેના મુખમાં રામનું નામ નથી | Jena Mukhma Ramnu Nam Nathi Lyrics

0
1392
જેના મુખમાં રામનું નામ નથી
એવા દુરીજનનું અહી કામ નથી ,
જેને હરી કીર્તન માં પ્રેમ નથી
એને શ્રી હરી કેરી રહેમ નથી ,
જેને સંત સેવા માં તાન નથી
એને આ જગમાં અહી માન નથી ,
જેની સેવામાં શાલીગ્રામ નથી
એને વૈકુંઠમાં વિશ્રામ નથી ,
જેને ખરા ખોટાનું ભાન નથી
તે સમજ્યા ખરા પણ શાન નથી ,
જેના રુધીયા માં પ્રભુ રામ નથી
તેને સંસાર માં સુખધામ નથી ,
જેના ઘરમાં નીતિ કે ધર્મ નથી
તેના ઘરમાં કશોએ મર્મ નથી ,
જેના મુખમાં રામનું નામ નથી
એવા દુરીજનનું અહી કામ નથી ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here