Tag: lagnageet lyrics in gujarati
વાગે છે વેણુ ને | Vage Chhe Venu Ne Lyrics | Lagnageet Lyrics
વાગે છે વેણુ ને વાગે વાંસલડી
રાધા બેનીના વિવાહ આદર્યા,
કાકા વીનવીએ કિશોરભાઈ તમને
રૂડા માંડવડા બંધાવજો,
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો
રાધા બેનીના વિવાહ આદર્યા,
માસી વીનવીએ હિનાબેન તમને
નવલા ઝવેરી તેડાવજો,
ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો
રાધા બેનીના...
પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Lyrics
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા,
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા,
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ પધાર્યા,
ગોવાળિયાનાં મન રે મારા ગણેશ દુંદાળા,
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યાં,
હરખ્યાં માળીડાનાં મન રે મારા ગણેશ...