વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે,
તેનો શબ્દ ગગન માં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે,…વૃંદાવન,
વૃંદા તે વનને મારગ જાતા,
વાલો દાણ દધિના માંગે છે,…વૃંદાવન
વૃંદા તે વનમાં રાસ રસ્યો છે,
વાળો રાસમંડળમાં બિરાજે છે…વૃંદાવન
પીળા પિતાંબર જરકસી જામા,
હાથે પીળો પટકો બિરાજે છે,…વૃંદાવન
કાને તે કુંડળ માથે મુંગટ રે,
મુખપર મોરલી બિરાજે છે,…વૃંદાવન
વૃંદા તે વનની કુંજ ગાલિયન માં,
વ્હાલો થનક તા થૈ થૈ નાચે છે,…વૃંદાવન
બાઈમીરા કે પ્રભુ ગિરધર નાગર,
દર્શન થી દુખડા ભાંગે છે,…વૃંદાવન,
-મીરાંબાઈ,
Mast