વનમાં વિયોગી બની | Vanma Viyogi Bani Raghuveer Lyrics

0
548
 વનમાં વિયોગી બની રે રઘુવીર રામ રુદન કરે
રામરૂદન કરે એની આંખે આંસુડાં ઝરે …
ઝાડને પૂછે પહાડને પૂછે પશુ પંખીને પૂછતાં ફરે
ઘડીયે ઘડીયે નાખે નિસાસા અને લક્ષ્મણ હાથ ધરે …
કોઈ બતાવો સીતાજીને કરજોડી ને કરગરે
વિયોગે જેનું દિલ દુભાયું વૃક્ષ ને વળગી પડે …
રામચંદ્ર ને રડતા જોઈને વન આખુંય રડે
ચૌદ ભુવનના સ્વામી એવી માનવ લીલા કરે …
જેની સહાયથી સુષ્ટિ આ સઘળી મનગમતી મોજ કરે
વાનર હાથે પાળ બંધાવી એને નામે પથ્થરા તરે …
લંકા નગરીમાં રામને બાણે પાપી રાવણ મરે
“પુરસોત્તમ”ના પ્રભુને સંગે સીતાજી આવીને મળે …

Vanma Viyogi Bani Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here