એવી કળિયુગની છે એંધાણી | Avi Kaliyug Ni Andhani | Agamvani

0
1142
એવી કળિયુગની છે એંધાણી રે
આ કળિયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ
એવી કળયુગની એંધાણી ..
વરસો વરસ દુકાળ પડે
અને વળી સાધુ કરશે સૂરાપાન ,
આ બ્રાહ્મણ માટી ભરખશે ,
અને ગાયત્રી ધરે નહિ કાન
એ એવા જોગી ભોગી થાશે રે
એ જી બાવા થાશે વ્યભિચારી આ છે
એવી કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
શેઢે શેઢો ઘસાસે
વળી ખેતરમાં નહિ રહે ફૂંટ ,
આદિ વહાન છોડી કરી
અને બ્રાહ્મણ ચડશે ઊંટ
એવી ગાયો ભેંસો જાશે રે
એ દુજાણામાં અજિયા રહેશે
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
કારડીયા તો કરમી કહેવાશે ,
અને વળી જાડેજા ખોજ્શે જાળા
આ નીચને ઘેર ઘોડા બંધાશે ,
અને શ્રીમંત ચાલશે પાળા
એ ઓલ્યા મહાજન ચોરી કરશે રે
.એ વાળંદ થાહે વેપારી
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
એ રાજ તો રાણીઓના થશે ,
અને વળી પુરુષ થશે ગુલામ
આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહિ ,
અને સાહેબને કરશે સલામ
એવી બેની રોતી જાશે રે
અને સગપણમાં તો સાળી રહેશે
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
એ ધરમ કોઈનો રહેશે નહિ ,
અને એક પ્યાલે વરણ અઢાર
આ શણગારમાં તો બીજું કાંઈ નહિ રહે ,
અને શોભામાં રહેશે વાળ
એ ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે
એ રહેશે નહિ કોઈ પતિવ્રતા નારી
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
છાશમાં માખણ નહિ તરે ,
અને વળી દરિયે નહિ હાલે વહાણ
આ ચાંદા સૂરજ તો ઝાંખા થશે ,
એ છે આગમના એંધાણ
એવો દાસ ધીરો એમ આ કહે છે
એ કીધું મેં આ વિચાર કરી
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
Kaliyug Ni Endhani Lyrics
Agamvani Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here