મન નો મોરલીયો | Mann No Moraliyo Lyrics

0
469
મન નો મોરલીયો રટે તારું નામ ,
એક વાર આવી પૂરો હૈયા કેરી હામ ,
મારી ઝુપડીએ આવો મારા રામ ,
મારી ઝુપડીએ આવો મારા રામ ,
સુરજ ઉગેને મારી ઉગતી રે આશા ,
સંધ્યા ટાણે મને મળતી નિરાશા ,
રાત દિવસ મને સુજે નહિ કામ ,
મારી ઝુપડીએ આવો મારા રામ ,
આંખલડી મને ઓછું દેખાય છે ,
દર્શન વિના મારું દિલડું દુભાઈ છે ,
નહિ રે આવો તો વાલા જાશે મારા પ્રાણ ,
મારી ઝુપડીએ આવો મારા રામ ,
એક વાર વાલા તારી ઝાંખી જો થાયે ,
આંખો ના બિંદુથી ધોવુ તારા પાય ,
રાખું સદા તારા ચરણોમાં વાસ ,
મારી ઝુપડીએ આવો મારા રામ ,
રઘુવીર રામને બહુ હું યાચું ,
ધ્યાન શાંતિનું કરજો ને સાચુ ,
સપનું સાકાર કરો મારા રામ ,
મારી ઝુપડીએ આવો મારા રામ ,
Man No Moraliyo Lyrics
Mari Jupadiye Aavo Mara Ram Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here