અંગુઠો મરડીને પીયુને જગાડીયા | Angutho Mardi Ne Piyune Jagadiya Lyrics

0
307
અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે,
ગોરી કહે તને શેની આવે ઉંઘ ,
આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે ,
વર ઠુઠોને અણઘડ પાંગળો રે,
કન્યા તો વરવા વરને જાય ,
ઉમંગ ન માય નણદલ લેરીયું રે ,
વર પરણ્યા ત્યાં ભાંગી વેલડી રે,
મરાણો કાયાનો સરદાર,
જુવોને નર નાર,નણદલ લેરીયું રે ,
પાંચ પારખ તો પેલા મુવા રે,
નગરમાં હાટે થઈ હડતાલ ,
કરી જો વિચાર,નણદલ લેરીયું રે ,
કીડીની હડ બેઠે હાથી મુવો રે,
કુંજરને પાડ્યો પગલા હેઠ ,
પોંચાડ્યો ઠેઠ, નણદલ લેરીયું રે ,
નીરવીઘને વર પરણીને આવીયા રે ,
કન્યા વર નાયા ભજવલ તીર ,
ધરી રહ્યા ધીર, નણદલ લેરીયું રે ,
નરતન નગરીમાં વીવા થયો રે ,
ત્યા કોઈ ન મળે નર કે નાર ,
થયો ઝણકાર,નણદલ લેરીયું રે ,
દાસ સવો કહે સુણી,છોયરો રે ,
સમજેથી જન્મ મરણ ભે જાય ,
ગુરુ ગમ ગાય, નણદલ લેરીયું રે ,
Angutho Mardi Ne Piyune Jagadiya
Nanandal Leriyu Re Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here