કઠણ ચોટ છે કાળની | Kathan Chot Che Kal Ni Lirics

0
62
કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માલ,
કંઈક રાણા ને કંઈક રાજિયા, છોડી હાલ્યા સંસાર
હેતે હરિનો રસ પીજીએ,
કોના છોરું ને કોનાં વાછરું રે, ને કોનાં મા ને બાપ
અંતકાળે જાવું જીવને એકલા, સાથે પુણ્ય ને પાપ
હેતે હરિનો રસ પીજીએ,
સંસાર ધુમાડાનાં બાચકાં રે, સાથે નાવે રે કાંઈ
રંગ પતંગનો ઊડી જશે, જેમ આકડાનાં પાન
હેતે હરિનો રસ પીજીએ,
માળી વીણે રંગ ફૂલડાં રે, કળી કરે છે વિચાર,
આજનો દિન રળિયામણો, કાલે આપણ શિર ઘાત
હેતે હરિનો રસ પીજીએ,
દાસ ધીરો રમે રંગમાં રે, રમે દિવસ ને રાત,
મારું ને તારું મિથ્યા કરો, રમો પ્રભુજી સંગાથ
હેતે હરિનો રસ પીજીએ,
Kathan Chot Che Kal Ni Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here