ધ્યાન ધર હરિતણું || Dhyan Dhar Haritanu Lyrics || Bhajan Lyrics

0
542

ધ્યાન ધર હરિતણું,અલ્પમતિ આળસુ,
જે  થકી  જન્મના  દુઃખ  જાયે,
અવળ ધાંધો કરે અરથ, કાઈ નવ સરે,
માયા દેખાડીને  મૃત્યુ વહાયે,

સકળ કલ્યાણ શ્રી કૃષ્ણ ના ચરણો માં,
શરણ આવે  કલ્યાણ  હોયે,
અવળ વેપાર  તું, મેલ  મિથ્યા કરી,
કૃષ્ણ નું  નામ તું  રાખ મોયે,

પટક માયા  તણી,અટક ચરણે હરિ,
વટક માં વાત સુણતાં જ  સાચી,
આશનું ભવન આકાશ સુધી રચિયું,
મૂઢ  એ મૂળથી  ભીંત  કાચી,

અંગ-જોબન, ગયું,પાલિત પિંજર થયું,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું,
ચેત રે ચેત, દિન ચાર  છે લાભના,
લીંબુ  લહેકાવ તાં રાજ  લેવું,

સરસ ગુણ હરિ તણા,જે જનો અનુસર્યા,
તે તણા સુ જશ તો જગત બોલે ,
નરસૈયા રંકને,પ્રીત પ્રભુ,શુ ઘણી,
અવર વેપાર નહિ ભજન  તોલે,

–નરસિંહ મહેતા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here