વાટ જુએ છે મીરા રાંકડી રે,
ઉભી ઉભી અરજકરેછે દીનાનાથની રે,
મુનિવર સ્વામી મારે મંદિર પધારો રે,
સેવા કરીશ દિન રાતડી રે,..ઉભી ઉભી,
ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,
ફૂલના તોરા ને ફૂલ પાખડી રે,..ઉભી ઉભી,
પય પકવાન વાલા મીઠાઈ ને મેવારે,
ઘેબર જલેબી તલ સાંકળી રે,,..ઉભી ઉભી,
લવીંગ સોપારી ને પાનના બિડલારે,
એલચી દોડા ને તજ પાંખડી રે,,..ઉભી ઉભી,
સાવ રે સોનાના વાલા બાજોઠ ઢળાવું રે,
રમવા આવોતો જાય રાતડી રે,,..ઉભી ઉભી,
બાઈમીરા કે પ્રભુ ગિરધર નાગર,
જોતા ઠરેછે મારી આંખડી રે,,..ઉભી ઉભી,
-મીરાંબાઈ,