સાયબો રે ગોવાળીયો | Saybo Re Govaliyo Gujarati Lokgeet Lyrics

0
133
સાયબો રે ગોવાળીયો રે,
મારો સાયબો રે ગોવાળીયો,
હું ગોવાલણ ગીરની રે,
મારી શ્યામ-રાધાની જોડલી,
સાયબો શિતળ ચાંદલો ,
મારો સાયબો શિતળ ચાંદલો,
હું ચકોરી વનરાવનની,
મારા વાલીડા સાથે રમતી,
સાયબા ઘેરો ઘુંઘટો રે,
મારો સાયબા ઘેરો ઘુંઘટો,
હું મૂંગી મર્યાદ ,
વાલીડાની સોડમાં હું તો શોભતી,
સાયબો મીઠો મેહુલો રે,
મારો સાયબો મીઠો મેહુલો
હું અષાઢી વીજળી,
મારા સાયબા સાથે રમતી,
સાયબો લીલો વડલો રે,
મારો સાયબો લીલો વડલો
હું શીરોડી છાંયડી ,
બેય નો આતમ-રાજા એક છે,
સાયબો ડુંગર ગીરનો રે,
મારો સાયબો ડુંગર ગીરનો,
હું ડુગરળાની રીંછડી હૈ,
મારી શ્યામ-રાધાની જોડલી,
Saybo Re Govaliyo Maro Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here