રમતો ભમતો જાય
આજ માં નો ગરબો રમતો જાય
પવન ઝપાટા ખાય
આજ માં નો ગરબો રમતો જાય
માં ના ગરબામાં નવલખ તારલા
અંબિકાને માથે સુહાય
આજ માં નો ગરબો રમતો જાય
ઇરે ગરબો ચૌદ બ્રહ્માંડ ફરતો
જળ હાલ જળ હાલ થાય
આજ માં નો ગરબો રમતો જાય
વાયા વાયા રે કાઈ તોફાની વાયરા
તોયે ઝાંખો ના થાય
આજ માં નો ગરબો રમતો જાય
ચાંદા સુરજ ની જ્યોતું રે જલતી
સમદર ના દીવેલ પુરાય
આજ માં નો ગરબો રમતો જાય
રમતો ભમતો જાય
આજ માં નો ગરબો રમતો જાય
Related
  
 error: Content is protected !!