આવ્યા દીવડીયે જગમગતા | Avya Divadiye Jagmagta Lyrics | Navratri Garba Lyrics

0
660
આવ્યા દીવડીયે જગમગતા માં ના નોરતા રે
આવ્યા ફુલડીયે ધમધમતા માં ના નોરતા રે
નોરતા રે માંના નોરતા રે … આવ્યા દીવડીયે
આવ્યા માંડવડે ઘૂમતા માં ના નોરતા રે
માંડવડે શોભે મંગલકારી માં ની મૂર્તિ રે
નોરતા રે માંના નોરતા રે … આવ્યા દીવડીયે
માં ની ચુંદડી છે નવરંગી માં ના નોરતા રે
માં નું મુખડું મલક મલકે માં ના નોરતા રે
નોરતા રે માંના નોરતા રે … આવ્યા દીવડીયે
માં ગરબા રમવા આવ્યા માં ના નોરતા રે
સાથે અંબા , બહુચર રમવા આવ્યા નોરતા રે
નોરતા રે માંના નોરતા રે … આવ્યા દીવડીયે
દોડી દોડી રમવા આવ્યા ભક્તો નોરતા રે
ભક્તો લાગે માં ના પાયે આવ્યા નોરતા રે
નોરતા રે માંના નોરતા રે … આવ્યા દીવડીયે

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here