જીવું છું રસીલા તારા મુખડાને જોતી ,
હૈયા ના હર તારા નથડીનું મોતી ,
જીવું છું રસીલા તારા …
મુખડું જોઇને તારું મન મારું મોહ્યું ,
પિયર સાસરિયું સર્વે થયું મન ખારું ,
જીવું છું રસીલા તારા …
અધર અમૃત પાની થઈ હું તો ઘેલી ,
નિશંક થઈછું લજ્જા લોક કેરી મેલી ,
જીવું છું રસીલા તારા …
નટવર નીરખી તુને અંતર ઠરે છે ,
દુરીજન લોક ધોળયા લાલજીને મરે છે ,
જીવું છું રસીલા તારા …
મન કર્મ વચને હું થઇ રહી તારી ,
મુખડા ઉપર જાયે બ્રહ્માંનંદ વારી ,
જીવું છું રસીલા તારા …
Related
error: Content is protected !!